વેપારીએ રિસોર્ટ બુક કરાવતાં ગઠિયો ભટકાયો
દાણીલીમડામાં રહેતા વેપારીએ પરિવાર સાથે ઉદયપુરના ફરવા જવાનું નક્કી કર્યું હતું. ગુગલમાં થી અનંતા રિસોર્ટનો મોબાઈલ નંબર મેળવીને ફોન કરતા ડિસ્કાઉન્ટ તથા કેશબેક મળશે કહીને ગઠીયાએ વેપારી પાસેથી કુલ 64 હજાર મેળવી લીધા અને હોટલનું બુકિંગ પણ નહી કરાવીને ઠગાઈ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
દાણીલીમડામાં શકિત સોસાયટીમાં પરિવાર સાથે રહેતા શાહનવાઝ સાબિરભાઈ અંસારી હોટલ ધરાવીને વેપાર ધંધો કરે છે. ગત મેં મહિનામાં તેઓ પરિવાર સાથે ઉદયપુર ફરવા જવાનું નક્કી કર્યું હતું. સાબિર ભાઈએ ગુગલ પર ઉદેપુરમાં આવેલી અનંતા રિસોર્ટ નામથી સર્ચ કર્યું હતું અને મોબાઈલ
નંબર પર ફોન કરીએ ભાવતાલ નક્કી કર્યા હતા. ત્યારબાદ ઠગે શાહનવાઝ ભાઈ સાથે 14 મેમ્બરના બુકીંગ માટે 34 હજાર રૂપિયા નક્કી કર્યા અને કેશબેક તેમજ ડિસ્કાઉન્ટ પણ આપશે તેવી લાલચ આપતા વેપારીએ સામેની વ્યકિતએ આપેલા એકાઉન્ટ નંબરમાં રૂપિયા 34 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ કેશબેક કે ડિસ્કાઉન્ટના રૂપિયા નહી મળતા વેપારીએ મોબાઈલ નંબર પર ફોન કરતા ગઠીયાએ ડિસ્કાઉન્ટ આપ્યા હોવાનો સ્ક્રીન શોટ વોટ્સએપમાં મોકલી આપ્યો અને બીજા ૩૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં શાહનવાઝ ભાઈએ કેશબેક અને ડિસ્કાઉન્ટ માટે ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. આમ કુલ રૂ.64 હજાર મેળવી ઠગાઈ આચરતાં ફરિયાદ નોંધાવી છે