બાપુનગર પોલીસમાં ગઠિયા સામે ફરિયાદ
બાપુનગરમાં બિઝનેશ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે બર્ગરકિંગની ફ્રેન્ચાઈઝી લેવા માટે એક નાગરીકે ઓનલાઈન સર્ચ કરતા તેમનો ભેટો સાયબર ગઠીયા સાથે થઈ ગયો હતો. સચિન દિક્ષીત નામના ગઠીયાએ ફ્રેન્ચાઈઝી ફી પેટે રૂ.2.65 લાખ લઈ બનાવટી રીસિપ્ટ મોકલીને છેતરપીંડી આચરી હતી.
રહેતા બાપુનગરમાં સાર્થકભાઈ પટેલ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બિઝનેસમાં ઈન્વેસ્ટ કરવાનું પ્લાનીંગ કરતા હતા. જેથી બર્ગરકિંગની ફૂડ ફ્રેન્ચાઇઝી લેવા ગત 16 એપ્રિલે ઓનલાઈન સર્ચ કર્યુ હતુ.જેમાં એક લિંક પર સાર્થકભાઈએ એપ્લાય કર્યુ હતુ.
10 દિવસ પછી અજાણ્યા નંબર પરથી સાર્થકભાઈને ફોન આવ્યો હતો સામે છેડેથી બોલતા વ્યકિતએ પોતાનું નામ સચિન દીક્ષિત હોવાનુ કહીને તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લાય કર્યુ તેમાં એપ્રુવલ આપવા ફોન કર્યો છે તેમ જણાવ્યુ હતુ. બાદમાં ગઠિયાએ તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લીકેશન ફી પેટે રૂ. 2.65 લાખ આપશો તો કંપનીના ફ્રેન્ચાઇઝી ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ મોકલી આપીશુ તેમ કહ્યું હતુ. જેથી સાર્થકભાઈએ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતા ગઠિયાએ બનાવટી રિસિપ્ટ પણ મોકલી હતી. તેમજ ડોક્યુમેન્ટ બે દિવસ બાદ મોકલવાનું કહીને મોકલ્યા ન હતા. આ અંગે સાર્થકભાઈએ ગઠિયા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.