ઈસનપુરમાં જન્માષ્ટમીની ઉજવણી જોવા ગયેલા યુવકને તેના મિત્રએ નારોલમાં દારૂના અડ્ડા વિશે પુછતા તેણે અજાણતા વ્યકત કરતા તેને છરીના ઘા ઝીંકી દીધા હતા.
ઈસનપુરમાં રહેતા જગદીશ મોર્ય રીક્ષા ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવે છે. જનમાષ્ટમીની રાતે તેના મિત્ર પિન્ટુ ઓડ મળવા આવતા બંને પાયલ પાર્લર પાસે પ્રોગ્રામ જોવા માટે ગયા હતા.
જયાં સુરેશ મળ્યો હતો જેણે જગદીશને પુછયુ હતુ કે નારોલની અંદર અબ્દુલનો દારૂનો ધંધો બહુ સારો ચાલે છે એ હુસેન કાલીયા પણ દારૂનો ધંધો કરે છે તને ખબર છે. આથી જગદીશે ના પાડતા સુરેશે કહ્યુ હતુ કે તુ ભણેલો ગણેલો છે અને તને કેમ આ બાબતની ખબર નથી, તુ બધુ જાણે છે અને મને બતાવતો નથી. ત્યારબાદ સુરેશે ગાળો બોલતા થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈને સુરેશે પોતાની પાસેની છરી કાઢીને મારતા જગદીશને હાથમાં ઈજા થઈ હતી.







