વસ્ત્રાલમાં એક બિલ્ડીંગના નવમા માળે ગેલેરીમાં કાચ સાફ કરતા અકસ્માતે નીચે પડતા યુવતીને મોત નિપજયુ હતુ. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.
વસ્ત્રાલમાં સરોવર ચાર રસ્તા પાસે ક્રીશ લકઝુરિયામાં રહેતી તિથિ પંકજભાઈ ગોહીલ( ઉ.18) સોમવારે સાંજના નવમા માળે આવેલા પોતાના રહેણાંકની ફલેટની ગેલેરીમાં કપડાંથી કાચ સાફ કરતી હતી. ત્યારે ગેલેરીમાથી અકસ્માતે નીચે પડી જતા તેને ગંભીર ઈજા પહોચી હતી. તિથિને સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ અંગ રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.