
કુબેરનગરર્થી દ્વારકેશ ડેરી પર દરોડો, નકલી પનીરમાં વપરાતી કાચી સમગ્ર જપ્ત
આવું બનાવટી પનીર ખાવાર્થી પેટની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે
કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ અંદાજે રૂ.3.15 લાખના પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં ભેળસેળિયું પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડ પણ જપ્ત કરવામાં આવ્યું છે. દ્વારકેશ ડેરીમાંથી છૂટક વેપારીઓ પનીર ખરીદી લોકોને વેચતા હોવાથી લોકોના આરોગ્ય સાથે મોટાપાયે ચેડાં થતાં હોવાની બાતમી મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની યાદીમાં જણાવ્યાઅનુસાર ભેળસેળિયા પનીરનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ભેળસેળિયા પનીરમાં વપરાતાં તત્ત્વોથી લોકોને આંતરડાંઅને લિવરની બીમારીનું જોખમ હોય છે.
દ્વારકેશ ડેરી પાસે લાઇસન્સ હતું પણ પનીરમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હતી. પેઢીના સંચાલક જિજ્ઞેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલ, ઈન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા હતા. આ પનીર ખાવાલાયક ન હોવાનું જણાયું છે. હાલ ભેળસેળિયું પનીર ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યું છે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા કડક કાયદા ન હોવાથી વેપારીઓ છટકી જાય છે.