ડ્રેનેજની સમસ્યા મામલે કોંગ્રેસ સાથે સ્થાનિકોનો પૂર્વ ઝોનની કચેરીમાં હોબાળો
શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી સમગ્ર વિસ્તારના રહીશો મુશ્કેલીમાં છે. આજે કંગ્રેસ સાથે મોટી સંખ્યામાં નાગરીકો પણ પૂર્વઝોનની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકો દ્વારા પણ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઇ હતીકે, જ્યારે અમે એકદિવસ મોડો ટેક્સ ભરીએ તો તમે સીલ મારવા આવી જાવ છો તો પછી અત્યારે અમારી સમસ્યા સામે કોઈ લાંબા સમયથી કેમ ચુપ છો?
આ અંગે મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, નિકોલના રહીશો છેલ્લા નિકોલની બગડે તહેવાર દરરોજ ગીલાંબા સમયથી ઉભરાતી ગટરોથી પરેશાન છે.વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. ગોપાલક ચોક અને આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં પણ ગટરના પાણી ઉભરાવા લાગ્યા છે. જો સત્વરે આ પ્રશ્નનો નિકાલ નહી આવે તો કોંગ્રેસ નાગરીકો સાથે રસ્તા પર આવીને આંદોલન કરશે.નાગરીકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતોકે, 10 દિવસથી અમે ગટરના પાણી વચ્ચે રહીએ છીએ, તમે એક દિવસ તો અમારી સોસાયટીમાં આવીને રહી જુઓ. આગામી દિવસોમાં આ વિસ્તારના રસ્તા બ્લોક કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ ઉપરાંત અધિકારીઓએ જણાવ્યું હતુંકે મોટું ભંગાણ થયું હોવાથી કામ કરવામાં થોડો વિલંભ થઇ રહ્યો છે. જોકે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી સત્વરે આ સમસ્યાનો અંત આવશે. બીજી તરફ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ પ્રયત્નો કરાઇ રહ્યા છે.
ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે પણ પૂર્વ ઝોનના અધિકારીને રજૂઆત કરી હતી કે,ગોમતીપુર વિસ્તારની ડાયાભાઈ કડિયાની ચાલી, શાસ્ત્રીનગર, નટવર વકીલ ચાલી સહિત 30 જેટલી ચાલીઓમાં છેલ્લા બે મહિનાથી સતત પોલ્યુશન યુક્ત પાણી આવે છે. જેના લીધે અંદાજે 20 હજાર જેટલા નાગરિકોને હેરાન થવું પડે છે.