બે માસ પહેલાં બનેલા રોડ પર ભૂવા પડતાં કામમાં વેઠ ઉતારી ?
બેરીકેડ મૂકીને સંતોષના બદલે તાકીદે સમારકામ કરવા માંગ ઊઠી
શહેરના ખોખરા વોર્ડના લક્ષ્મી નારાયણ ચાર રસ્તા પાસે બે માસ પહેલા બનાવેલા રોડ પર જ ભૂવો પડ્યો છે. જેના પરથી રસ્તો બનાવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાની ચર્ચાએ વેગ પકડયું છે. બીજી તરફ ભૂવાના લીધે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે જુની આદત પ્રમાણે સરકારી તંત્ર ગોકળગાયની ગતિમાં કામ કરવાના બદલે તાકિદે કામગીરીકરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોખરાના લક્ષ્મીનારાયણચાર રસ્તા પાસેના ૩ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડયો છે. મુખ્ય રોડ પર ભૂવો પડયો હોવાથી વાહનચાલકોનેઅવરજવર કરવામાં તકલીફ પડી. રહી છે. આશરે બે મહિના અગાઉ જ આ રોડ બનાવવાનું કામ મ્યુનિ તંત્ર. દ્વારા કરવામાં આવ્યું હતુ.
હવે આ નવા રોડ પર જ ભૂવો પડતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.શું રોડ બનાવાની કામગીરીમાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરાયો ? શું રોડની કામગીરી કરનારા કોન્ટ્રાકટરે વેઠ ઉતારતું કામ કર્યું છે ? જેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે મ્યુનિ દ્વારા તાકિદે આ ભૂવાનું સમારકામ વહેલામાં વહેલી તકે કરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે.