ગેરકાયદે બાંધકામ અને દબાણો સામે મ્યુનિ.ની લાલઆંખ
શહેરના દક્ષિણ ઝોન અને પૂર્વ / ઝોનમાં દબાણો ખસેડવા માટે મ્યુનિ દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી. જેમાં ઈન્દ્રપુરી વોર્ડમાં 2260 ચો.ફૂટ – ક્ષેત્રફળના ઈન્ડસ્ટ્રીયલ બાંધકામો – તોડી પાડયા હતા. જ્યારે લાંભા વોર્ડમાં પાંચ રહેણાંક પ્રકારના 340 ચો.ફુટ ક્ષેત્રફળના બાંધકામ દૂર કરાયા -હતા. જ્યારે ઓઢવમાં કોમર્શિયલ – પ્રકારના 1670 ચો.ફુટનું બાંધકામ -તોડી પડાયું હતું.આ અંગે વિગત એવી છે કે, મ્યુનિ – દ્વારા દબાણો ખસેડવા કાર્યવાહી _ અંતર્ગત ઈન્દ્રપુરી વોર્ડના સુરેલીયા – રોડ પર આવેલા રેવાભાઈ એસ્ટેટમા ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું ગેરકાયદે 2260 ચો.ફુટનું દબાણો દુર કરાયું હતું.
જ્યારે લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં રિઝર્વ પ્લોટમાં થયેલા 5 રહેણાંક પ્રકારના આશરે 340 ચો.ફુટ ક્ષેત્રફળમાં થયેલા અનધિકૃત બાંધકામને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાયુ હતું. જ્યારે ઓઢવના એસપી રીંગરોડ પર માધવ એવન્યુની બાજુમાં કોમર્શિયલ પ્રકારનું ગેરકાયેદ બે યુનિટનું બાંધકામ થયેલુ હતુ. એટલે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જેસીબી,બ્રેકર મશીન દ્વારા 1670 ચો.ફુટ બાંધકામ થયેલા બંને ગેરકાયદે બાંધકામને તોડી પડાયા હતા. જેમાં રૂ.30 હજાર વહીવટી ચાર્જપણ વસૂલ કરાયો હતો. તદ્દઉપરાંત પૂર્વ ઝોનના હદ વિસ્તારમાં જીએસએલએસએના રીપોર્ટમાં સુચવેલા 6 વિસ્તારોમાંથી દબાણો ખસેડીને બે શેડ દુર કરાયા હતા. આમ ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સહિતની દિશામાં મ્યુનિ દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતું.
જ્યારે પૂર્વ ઝોનમાં જાહેર રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક મારીને દંડ કરવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં વસ્ત્રાલ વોર્ડમાં પાંચ વાહનોને લોક મારીને 2100 દંડ વસૂલ કરાયો હતો. નિકોલ વોર્ડમાં 9 વાહનોને લોક મારીને રૂ.3900 દંડ, રામોલ હાથીજણ વોર્ડમાં 6 વાહનોને રૂ.4 હજાર દંડ, ઓઢવ વોર્ડમાં 4 વાહનોને લોક કરીને રૂ.1200 દંડ વસૂલાયો હતો. તેવી જ રીતે ગોમતીપુર વોર્ડમાં 2 વાહનોને લોક કરીને રૂ.600 દંડ સહિત પૂર્વ ઝોનમાં 35 વાહનને લોક કરી રૂ.15,600 દંડ ફટકારાયો હતો.