દાણીલીમડામાં શેડ પરથી પતરા ઉતારવાની કામગીરી કરતા 50 ફુટ ઉંચેથી નીચે પટકાતા એક યુવકનુ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
દાણીલીમડામાં બેરલ માર્કેટમાં મધુ ટેકસટાઈલખાતે ગત તા 26 જુલાઈ બપોરે શેડ પરથી પતરા ઉતારવાની મજૂરી કરતા ફિરોજખાન કાલેખાન પઠાણ (ઉ.41 રહે. ગોઠાજ. તા મહેમદાવાદ, જિલ્લો ખેડા) લપસી જતા 50 ફુટ ઉંચેથી નીચે પડી જતા ગંભીર ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન રવિવારે તેમનુ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે તપાસ હાથ ધરી છે.