નોટિસો છતાં દબાણો દૂર કરાતા ન હોવાથી તંત્રની કામગીરી
શહેરના વટવા અને લાંભા વોર્ડમાં ગેરકાયદે દબાણો ખસેડવાની કામગીરી મ્યુનિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ 5042 ચો.ફુટ ક્ષેત્રફળમાં બે કોમર્શિયલ, એક ઈન્ડસ્ટ્રીયલ અને 19 બાંધકામો દૂર કરાયા હતા.
દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગુરુવારે દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત વટવા વોર્ડમાં ચંદનનગર રોડ પંચવટી રો હાઉસ પાસે કોમર્શયિલ પ્રકારના 200 ચો.ફુટ ક્ષેત્રફળના 2 યુનિટ તોડી પાડયા હતા. જ્યારે લાંભા વોર્ડના નારોલમાં આવેલી હાઈફાઈ ચોકડી નજીક ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના 1614 ચો.ફુટનું એકયુનિટ તોડી પડાયું હતું.
જ્યારે ટીપી સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેર માર્ગ ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ટીપી સ્કીમ ન.9 (રાજપુર-હીરપુર)ના એપરેલ પાર્કથી સિલ્વર સ્ટાર પોલીસ ચોકી તરફ જતાં રોડ પરથી એક્ષટેન્શન પ્રકારના 19 બાંધકામોના 3228 ચો.ફુટના બાંધકામોને તોડી પડાય હતા.