ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના સર્વોદય વિભાગ-5માં ગટરની ચેમ્બર તુટી જતા ગંદા દુર્ગંધયુકત પાણી મુખ્ય માર્ગ સુધી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિકો દ્રારા જે તે સબંધિત અધિકારીઓને રજુઆત કરતા સ્ટાફની કમીના કારણે હાલમાં કામગીરી થઈ શકે તેમ નથી તેમ કહેવાતા લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખોખરામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના સર્વોદય નગર વિભાગ-5 માં છેલ્લા એક પખવાડીયાથી ગટરની ચેમ્બર તુટી ગઈ છે. જેના પરિણામે ગટરનુ દુર્ગંધયુકત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યુ છે. આ સંજોગોમાં હાઉસીંગ બોર્ડના નાગરીકોએ ઓનલાઈન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી.
જો કે કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નહતી. ત્યારબાદ ખોખરા સબઝોનલ કચેરીમાં પણ રૂબરૂ જઈને રજૂઆત કરી તો તેમને જે તે જવાબદાર અધિકારીઓએ સ્પષ્ટ સુણાવી દીધુ હતુ કે હાલમાં મજૂરો ઉપલબ્ધ નથી જયારે મજૂર હશે ત્યારે તમારુ કામ થશે.