શહેરના ઉત્તર ઝોનમાં નરોડા, સૈજપુર ઈન્ડિયા કોલોની, સરદારનગર સહિતના વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ વેચાણ અને સંગ્રહ કરનારાને એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં6.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે જાહેર રોડ પર ગંદકી અને ડેબ્રિજ કરવા બદલ 9 એકમને સીલ કર્યા હતા. ઉપરાંત 237 એકમને નોટિસ ફટકારીને એકમો પાસેથી કુલ 89,300 દંડની વસૂલાત કરવામાં આવી હતી.
અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…







