પનીર, ઘી, માવો અને તેલમાં સૌથી વધુ ભેળસેળ થાય છે

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 વર્ષમાં 195 રેડ પાડી

રાજ્યના આરોગ્ય વિભાગે 2024 દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 195 જેટલાં સ્થળો પર રેડ પાડી હતી. જેમાં પનીર, ઘી, મરી મસાલા, ફરસાણા, માવો, મીઠાઈ અને તેલ સહિત વિવિધ સામગ્રીનો રૂ.9.55 કરોડનો ભેળસેળયુકત જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ 25,176 કિલોગ્રામ જથ્થાનો સ્થળ પર નાશ કર્યો છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો.હેમંત કોશિયા જણાવે છે કે, એક વર્ષમાં રાજ્યના 195 સ્થળો પર બાતમીને આધારે તેમજ જાત તપાસ કરાઈ હતી. જેમાં વિવિધ પ્રકારના ખાધ સામગ્રી મળીને 3,36,186 કિલોગ્રામનો રૂ. 9,55,29,905નો જથ્થો સિઝ કર્યો હતો. રાજ્યના 195 વિસ્તારમાં કરાયેલી તપાસમાં સૌથી વધુ 59 જગ્યાએથી ધી. પનીર, માવો, મોળો માવો. પામોલીન તેલમાં મિલાવટ થતી હોવાનું જાણવા મળ્યું હતું.

સૌથી વધારે 175 રેડ દિવાળી દરમિયાન પાડી

જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં પાડેલી 195 રેડમાંથી સૌથી વધુ રેડ ઓકટોબર મહિનામાં પાડવામાં આવી છે. જાન્યુઆરીમાં 2. ફેબ્રુઆરીમાં 3, માર્ચમાં 2. એપ્રિલ 2. મે 2. જુન 2. જુલાઈ 3. ઓગસ્ટ 1. સપ્ટેમ્બર 1 અને ડિસેમ્બરમાં 2 મળીને 20 રેડ પાડવામાં આવી હતી. જ્યારે માત્ર ઓકટોબર મહિનામાં દિવાળી વખતે 175 રેડ પડાઈ હતી.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ