વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે
શહેરના ઢોર નિયંત્રણ પોલીસી અંતર્ગત મ્યુનિ દ્વારા રખડતા ઢોરોને હટાવી દીધા હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ વસ્ત્રાલમાં રોડ પર જ રખડતાં ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોવાના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. એટલે રખડતાં ઢોરોને પકવાની મ્યુનિ.ની ટીમ વસ્ત્રાલ વિસ્તારમાં ક્યારે પહોચશે ? તેવી અટકળો વહેતી થઈ છે.
વસ્ત્રાલના આરટીઓ રોડ પર વિનાયક પાર્કની સામે જ રખડતાં ઢોરો બેસી રહે છે. મોટી સંખ્યામાં ઢોરો બેસી રહેવાના કારણે રસ્તો સાંકડો થઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડે છે.
ઉપરાત રાહદારીઓને તો જવાની જગ્યા જ રહેતી નથી અને જો ઢોરો પાસેથી જાય તો ઉશ્કેરાઈને ઢોર હુમલો કરી બેસે તેવો ડર સતાવી રહ્યો છે. એકંદરે રોડ સાંકડો થતાં લોકોને અકસ્માત થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. એટલે હાલ તો વિનાયક પાર્ક અને તેની આસપાસના વિસ્તારના રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. ઉપરાત આરટીઓ કચેરીમાં આવતા નાગરિકોને પણ રખડતાં ઢોરોનો ત્રાસ વેઠવો પડે છે.