અજાણ્યા પુરુષે અપડેટ કરવા ફોન લીધો હતો
ઈસનપુરમાં ગોવિંદવાડી પાસે ફુટના વેપારીને પેટીએમ સાઉન્ડ બોકસ અપડેટ કરવાનુ કહીને ગઠીયો તેમનો ફોન લઈને નાસી ગયો હતો. આ અંગે ઈસનપુર પોલીસે અજાણ્યા વ્યકિત સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
શિવપાર્ક ઈસનપુરમાં સોસાયટીમા રહેતા બનવારીલાલ ભાવસાર ગોવિંદવાડી ચાર રસ્તા પાસે અભિમન્યુ કોમ્પલેક્ષ પાસે ફુટનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.
તાજેતરમાં તેમની પાસે એક અજાણ્યો પુરુષ આવ્યો હતો અને પેટીએમમાંથી આવ્યો હોવાનુ કહીને પેટીએમનું સાઉન્ડ બોકસ અપડેટ કરવાની જરૂર હોવાનું કહ્યું હતુ.આથી બનવારીલાલાના નામનુ પેટીએમ બોકસ હોઈ તેમણે પોતાનો ફોન અપડેટ કરવા માટે આ પુરુષને આપ્યો હતો. આ દરમિયાન ગ્રાહકો આવતા તેઓ વ્યસ્ત હતા તેનો લાભ લઈને અજાણ્યો પુરુષ ફોન લઈને નાસી ગયો હતો. આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પુરુષ સામે ફોન ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે.