મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ સમયે છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રીક્ષાચાલક સ્ટંટ કરતો હોઈ તેને રોકીને પોલીસે ઠપકો આપ્યો હતો.આ સમયે રીક્ષાચાલકે હું રાવણ છુ અહીંનો દાદા છુ કહીને પોલીસનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં ફોન કરીને તેની પત્ની બહેન અને ભાઈને બોલાવતા આ લોકોએ તમે પોલીસવાળાને છોડીશુ નહી જીવતા જવા નહીં દઈએ કહીને ઝપાઝપી કરી હતી. આ અંગેકાલુ ઉર્ફે રાવણ પટણી શ્રવણ પટણી,રાવણની પત્ની અને તેની બહેન સામે ફરિયાદ નોંધાવાઈ છે.
અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…







