જમાલપુર ચાર રસ્તા પાસે મોડીરાતે શાકમાર્કેટમાં બહારગામથી આવતા ટ્રકો આડેધડ પાર્ક કરીને રોડ પર જ ખરીદ વેચાણ શરૂ કરી દેવાતા મોડીરાતે આ રોડ સદંતર બંધ થઈ જાય છે. રસપ્રદ બાબત એ છે કે આ સમયે પોલીસની વાન પણ ઉભી હોય છે પરંતુ ટ્રકચાલકોની સામે કોઈ પગલાં લેવાતા નથી.
સરદારબ્રિજથી જમાલપુર જતા ઓવરબ્રિજની નીચેના ભાગે મોડીરાતના શાકભાજી લઈને આવતા વાહનો સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લે છે. આ સ્થિતિમાં નાગરીકોને નાછુટકે ઓવરબ્રિજ ઉપર થઈને જવુ પડે છે. આ સ્થળે રોજ પોલીસની પેટ્રોલીંગ વાન ઉભી હોય છે પરંતુ કોઈક કારણોસર ટ્રાફિકજામ દુર કરવામાં પોલીસને રસ હોતો નથી.