રજૂઆતો સામે કામગીરી કરવામાં તંત્રના આંખ આડા કાન
શહેરના નિકોલ વોર્ડમાં સ્ટોર્મ વોટર અને પાણીની લાઈન માટે ખોદકામ બાદ રોડનુ સમારકામ કરાતુ નથી. જેના કારણે લોકોને અવરજવર કરવામા હાલાકી ભોગવવી પડે છે. સરદાર મોલથી ગોપાલ ચોક સહિતના વિસ્તારોમાં રોડ ખોદી દીધા બાદ દબાણો હટાવ્યાના 6 મહિના પછી પણ રોડ બનાવાયો નથી. જેના કારણે વિવિધ રોડ ખરાબ હોવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.
ઉપરાંત અગાઉ તંત્ર દ્વારા ઠક્કરનગર એપ્રોચ પુલથી નિકોલ ગામ સુધીનો રોડ વ્હાઈટ ટોપિંગ મોડેલ રોડ બનાવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આજદીન સુધી આ રોડના ખાડા પણ પુરાયા નથી તો મોડેલ રોડ ક્યાંથી બનશે ? તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નિકોલના અગ્રણી ભાનુભાઈ કોઠિયાએ કહયું હતું કે, ઠક્કરનગર એપ્રોચથી નિકોલ ગામ સુધીનો મોડેલ રોડ બનાવવાની જાહેરાતો કરીને જ મ્યુનિ સંતોષ માની લીધો છે.