નરોડામાં બારીનો કાચ તોડી ઘરમાંથી રૂ.1.31 લાખની ચોરી

પરિવાર લગ્નમાં જવાનો હતો ત્યારે બનેલી ઘટના

નરોડામાં ધોળેદિવસે એક મકાનના બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશીને તસ્કરો રોકડા રૂ. 40 હજાર અને દાગીના મળી કુલ રૂ. 1,31 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

નરોડા હંસપુરામાં ગણેશ વાટીકામાં રહેતા પ્રવિણકુમાર પરમાર પેટ્રોલપંપમાં ફિલર તરીકે નોકરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત તા 19મીના રોજ તેમને લગ્નપ્રસંગમાં જવાનુ હતુ. બપોરના બે વાગે તેઓ નોકરીએથી ઘરે આવતા ઘરે તાળુ મારેલુ હતુ. તેમણે પત્નીને ફોન કરતા તેઓ એક સબંધીના ઘરે તૈયાર થવા માટે ગયા હોવાનુ કહ્યુ હતુ.થોડાસમય બાદ પ્રવિણભાઈના પત્ની ઘરે આવ્યા હતા અને તેમણે ઘરનુ તાળુખોલ્યુ હતુ. આ સમયે અંદર પ્રવેશતા જ પ્રવિણભાઈએ જોયુ તો ઘરમાં બાથરૂમથી બેડરૂમ સુધી કોઈના પગલાંના નિશાન પડેલા હતા કંઈક અજુગતુ બન્યુ હોવાની આશંકા સાથે તેમણે ઘરમાં તપાસ કરતા બાથરૂમમાં જોયુ તો બાથરૂમની બારીનો કાચ તુટેલો હતો અને જમીન પર કાચના ટુકડા પડયા હતા. ત્યારબાદ બેડરૂમમાં જઈને જોયુ તો તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડયો હતો. તપાસને અંતે તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 40 હજાર અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.31 લાખની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે પ્રવિણકુમારે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે નરોડા પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

  • Related Posts

    ઈસનપુરમાં દારૂના અડ્ડાની માહિતી ન આપતા યુવકને મિત્રએ છરી ઝીંકી

    ઈસનપુરમાં જન્માષ્ટમીની ઉજવણી જોવા ગયેલા યુવકને તેના મિત્રએ નારોલમાં દારૂના અડ્ડા વિશે પુછતા તેણે અજાણતા વ્યકત કરતા તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. ઈસનપુરમાં રહેતા જગદીશ મોર્ય રીક્ષા ડ્રાઈવીંગ કરીને…

    ઘોડાસર કેનાલમાં ગંદકીના લીધે આસપાસમાં રોગના કેસ વધ્યા

    કેટલાક લોકો કેનાલમાં જ કચરો અને એંઠવાડ નાખે છે કેનાલની પાળીઓ પણ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે શહેરના ઘોડાસર વિસ્તારમાં આવકાર હોલ થી સ્મૃતિ મંદિર થઈને લાંભા સુધીની ખારીકટ કેનાલમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્