અમરાઈવાડીમાં રહેતા પ્રતિક ભાવસારે એક વર્ષ પહેલા તેના મિત્ર આશિષ માહિતકરને કરાર કરીને ઉછીના રૂ. 4 લાખ બે મહિનાના વાયદે આપ્યા હતા. બે મહિના બાદ રૂપિયા માંગતા તેણે વાયદા કર્યા હતા. ત્યારબાદ ફોન કરીને ગાળો બોલતા પ્રતિકે તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
દરમિયાન આશિષે બીજા નંબરથી વોટ્સઅપ કોલ કરીને પ્રતિક તેમજ તેના માતાપિતા અને ભાઈને ફોન કરીને તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા અંતે પ્રતિકે તેના મિત્ર સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.