ઈસનપુરમાં આબાદ એસ્ટેટ પાસે ચારભુજા નાસ્તા હાઉસ નામથી દુકાન ધરાવીને વેપાર કરતા ધુળજીભાઈ પટેલ ગત તા 17મીના રોજ દુકાન બંધ કરીને નજીક આવેલી ફેકટરીના ધાબે સૂવા માટે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાને આવતા તાળુ તુટેલુ જોયુ હતુ. અંદર તપાસ કરતા દુકાનમાં મુકેલી બેગમાંથી રોકડા રૂ. 45 હજાર અને પાંચ જોડી કપડાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે ધુળજીભાઈએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.
અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…







