ફોર લેનના રિંગ રોડને સિક્સ લેન અને 50 કિમીનો સર્વિસ રોડ પહોળો કરાશે

ઔડા રિંગ રોડ પરના સર્વિસ રોડનું 15 વર્ષ સુધી મેન્ટેનન્સ કરશે

સર્વિસ રોડ બે લેનનો બનાવાશે, પછી મ્યુનિ.ને સોંપવામાં આવશે

અમદાવાદની 76 કિમીની ફરતે આવેલા રિંગ રોડને ઔડા દ્વારા ફોર લેનમાંથી સિક્સલેન કરવામાં આવશે. જેના ભાગરૂપે મ્યુનિ.ની હદમાં આવતા 50 કિમીના સર્વિસ રોડને 15 વર્ષ માટે ઔડા હસ્તક લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ઔડા બંને તરફના 50 કિમીના સર્વિસ રોડનો કબજો લઈને તેના મેન્ટેનન્સ અને રિડેવલપમેન્ટની કામગીરી કરશે.

રિંગ રોડના રિડેવલપમેન્ટની કામગીરી વખતે સર્વિસ રોડ પર લોકો માટે ડાઇવર્ઝન આપવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને સર્વિસ રોડ પરની આડસો અને દબાણો દૂર કરીને ઔડાને સોંપવામાં આવશે અને ત્યાર બાદ લોકો માટે સર્વિસ રોડ પરથી ડાઇવર્ઝન આપવામાં આવશે. રસ્તાનો કબજો લેવા માટે ઔડા દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે.

સરવે પ્રમાણે જ્યાં જરૂર પડશે ત્યાં એક લેનના સર્વિસ રોડને બે લેનનો પણ કરવામાં આવશે.ઔડા દ્વારા બે તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવશે. તેમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને વાઇડનિંગ કામગીરી કરવામાં આવશે. ભવિષ્યમાં થનારા રોડ પરના ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા રોડ વાઇડનિંગની કામગીરીને શરૂ કરવામાં આવી છે.

શરૂઆતમાં 15 વર્ષ સુધી રોડના રિડેવલપમેન્ટ અને મેન્ટેનન્સની કામગીરી ઔડા દ્વારા જ કરવામાં આવશે. ત્યાર બાદ આ રોડ અમદાવાદ મ્યુનિ.ને સોંપી દેવામાં આવશે. ઔડા અને રિંગ રોડ વાઇડનિંગની કામગીરી કરતી એજન્સીના સરવેમાં જાણવા મળ્યું છે કે, દરરોજ રિંગ રોડ પરથી 3 લાખથી વધુ વાહનો અવરજવર કરતાં હોય છે, જેના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. તમામ જગ્યાઓનો સરવે કરીને ટ્રાફિક જામને રોકવા માટે જરૂર પડશે ત્યાં ઓવરબ્રિજ અને અંડરપાસની કામગીરી શરૂ કરવામાં આવશે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી