કલેક્ટર કચેરીએ જમીન પાછી માગતા કેસ ગાંધીનગર પહોંચ્યો
જમીન વિવાદમાં મ્યુનિ. પ્રતિનિધિની ગેરહાજરીથી કેસ પેન્ડિંગ
કલેક્ટર કચેરી દ્વારા 20 વર્ષ પહેલાં કાંકરીયામાં દેડકી ગાર્ડનની પાસે મ્યુનિને 6526 ચોરસ મીટરનો પ્લોટ ગાર્ડન બનાવવા આપ્યો હતો. જો કે મ્યુનિ. દ્વારા ગાર્ડન બનાવવાને બદલે પ્લોટને ભાડે આપી પાર્કિંગની પરવાનગી આપી દેતાં મામલો બિચક્યો હતો. જેને ધ્યાને રાખી કલેક્ટર કચેરીએ મ્યુનિ પાસેથી જમીન પાછી માગતા મામલો મહેસૂલ વિભાગ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. માર્ચ મહિનામાં મહેસૂલ વિભાગમાં કેસની મુદતમાં હતી મ્યુનિ તરફે કોઈ હાજર ન રહેતા મુદત પડી હતી. જોકે હવે મ્યુનિ. દ્વારા વિવાદને થાળે પાડવા જમીનના બદલે જમીન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કલેક્ટર કચેરીએ જૂની જમીનના બદલામાં કોઈ બાંધછોડ નહીં કરાય કેસમાં ચુકાદો આવશે તે પ્રમાણે આગળ વધાશે.
કાંકરિયા ઝૂ પાસેના મ્યુનિ. હેલ્થ ફ્લાઈંગ સ્ક્વોડ કચેરી કેટલાક વર્ષથી બંધ હાલતમાં પડી છે. તેને કલેક્ટર કચેરી સરકારી ચાવડી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મ્યુનિ સ્ટેડિંગ કમિટીમાં મુદ્દો ચર્ચાયા બાદ મંજૂરી મળ્યા બાદ કલેક્ટર કચેરીની મંજૂરી મળ્યા પછી જમીનનો કબજો લેવામાં આવશે. હાલ, જમીન સરવેનું કામ શરૂ કરાયું છે. જે જલ્દી પૂર્ણ કરી ત્યાં સરકારી ચાવડીનું કામ શરૂ કરાશે. ઉપરાંત શરતભંગ જમીનનો કેસ તો હજુ મહેસૂલ વિભાગમાં પેન્ડિંગ છે. કલેક્ટર કચેરી સૂત્રો અનુસાર.
મ્યુનિને મણિનગરની જમીન આપવાની દાનત નથી. મહેસૂલ વિભાગમાં ચાલતા કેસની મુદતમાં મ્યુનિના પ્રતિનિધિ હાજર ન રહેતા કેસ ખેંચાયા કરે છે.
બોક્સઃ મહેસૂલ વિભાગનો ચુકાદો આવશે તેના આધારે નિર્ણય લેવાશે શહેરના પૂર્વ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર વસંતકુંવરબા પરમારે જણાવ્યું કે, જમીનના બદલામાં જમીન લેવાની કોઈ કામગીરી કરાઈ નથી. જેનો જૂનો કેસ મહેસૂલ વિભાગમાં ચાલે છે તે ચાલશે જ. કાંકરિયામાં નવી જગાએ જે સરકારી ચાવડી બનાવવા જમીન આપવાની ચર્ચા ચાલે છે. તેના સરવેનું કામ કરાવી મંજૂરી મળ્યા બાદ કબજો લેવાશે.







