
રામોલના ન્યુ મણિનગરના ત્રિકમપુરા ખાતે ખારીકટ કેનાલમાં સાફસફાઈના અભાવે કેનાલના પાણીમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. પ્રથમ દ્રષ્ટીએ કેનાલની અંદર જાણે ગાર્ડન બનાવ્યું હોય તેવો આભાસ થાય છે. પરંતું ડુંગર દુરથી રળિયામણાની જેમ કેનાલની નજીક જાવ તો ખ્યાલ આવે કે ભરાઈ રહેલા પાણીની અંદર જગલી વનસ્પતિ ઊગી છે. પરંતુ તેની સફાઈ કરવામાં તંત્રને જાણે કંઈ પડી નથી. કેનાલની સફાઈ માટે કરોડોનો ખર્ચ કરાતો હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ ખર્ચ જાણે પાણીમાં ગયો હોય તેમ લાગે છે.