દુકાનદારે છરો બતાવતા મેનેજરે ફરિયાદ નોંધાવી
દરિયાપુરમાં ટોરન્ટ પાવરની ટીમ વીરો લી ટીમ વીજચેકીંગ માટે ગઈ હતી ત્યારે એક દુકાનદારે તમે લોકો કેમ મીટર ચેક કરવા માટે આવ્યા છે અહી આવવુ નહી તેમ કહીને બૂમાબૂમ કરીને લોખંડનો છરો બતાવી ધમકી આપી હતી. આ અંગે ટોરેન્ટ પાવરના મેનેજરે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે.
ટોરેન્ટ પાવરમાં અમરાઈવાડી ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત શુક્રવારે સવારે 11 વાગે તેમની ટીમ બલુચાવાડના નાકે આવેલી દુકાનમાં ચેકિંગ કરી રહી હતી.
આ વખતે દુકાનમાં હાજર અયુબખાન પઠાણે તમે લોકો કેમ મીટર ચેક કરવા માટે કેમ આવ્યા છો અહીંયા મીટર ચેક કરવા માટે આવવુ નહી. તેમ કહીને જોરજોરથી બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ દુકાનમાંથી લોખંડનો છરો લઈ આવીને ટોરેન્ટ પાવરની ટીમને ધમકી આપી હતી. આ ઘટના બાદ ટોરન્ટ પાવરની ટીમે દરિયાપુર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવા જતી વીજ કંપનીની ટીમને અવાર નવાર ધમકીઓ મળતી હોય છે. ઘણીવાર મારામારી થાય છે.