48 કલાકમાં આત્મહત્યાની ત્રણ ઘટના નોંધાઈ
શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 48 કલાક દરમિયાન આત્મહત્યાના ત્રણ અલગ અલગ બનાવોમાં એખ યુવતી સહિત ત્રણ વ્યકિતઓએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસસૂત્રોમાં મળતીમાહિતી અનુસાર અમરાઈવાડીમાં ગાધી સેવા સંધ પાસે રહેતા દીપકકુમાર ગનોરે(ઉ.29) સરદારનગર કોમ્યુનિટી હોલખાતે સફાઈ કરવા માટે ગયા હતા. જયાં તેમણે કોઈ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
બીજી ઘટનામાં નિકોલમાં સુરેશભાઈ અશ્વમેઘ રો હાઉસની બાજુમાં તુલસી રો હાઉસમાં રહેતા જયેશભાઈ પંચાલ(ઉ.23)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાધો હતો. આ દરમિયાન પરિવારજનો આવી જતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
રામોલ ન્યુ મણિનગરમાં આવેલા શ્રીનંદ સીટી -6 માં રહેતા વૃશાલીબેન ધિરેન્દ્રસિંહ ગીરાસે(ઉ.30)એ કોઈ કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સબંધિત પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.