બે માથાભારે શખ્સોએ છરીના ઘા મારતા ઈજા
ઈસનપુર ચંડોળા તળાવ પાસે રહેતા સાજીદ શેખ પત્ની સાથે સોમવારે રાતે ચંડોળાની દુલેશાબાવાની દરગાહ પાસેથી પસાર થતા હતા. દરમિયાન મોહમ્મદ કાસીમ અને રમજાનિ ઉર્ફે લફુ ઝઘડો કરી રહ્યા હતા.એટલે બંનેને છોડાવવા માટે સાજીદ વચ્ચે પડ્યો હતો. એટલે ઉશ્કેરાયેલા રમજાનીએ તેને માથાના ભાગમાં છરીના બે થી ત્રણ ઘા મારતા ઈજા થઈ હતી. એટલે સાજીદના પિતરાઈ ભાઈ ફિરોજે રમજાનીને પકડી લીધો હતો. જેના પગલે રમજાનીના ભાઈ કાળુએ મારામારી કરી હતી. જેમાં રમજાનીએ ફિરોજને છરી મારતા તેને પણ ઈજા થઈ હતી. સમગ્ર મામલે સાજીદ શેખે ઈસનપુર પોલીસમાં આરોપી રમજાની ઉર્ફે લકુ અને તેના ભાઈ કાળુ સામે ફરિયાદ નોંધાવી છે.