ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

20 દિવસથી લીકેજ લાઈનથી હજારો લીટર પાણીનો વેડફાટ

શહેરના ખોખરા વોર્ડમાં સર્વોદયનગર હાઉસિંગ બોર્ડના ખાતે પાણીની લાઈનમાં છેલ્લા 20 દિવસથી લીકેજ થયું છે. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેટફાટ થઈ રહ્યો છે. તેમ છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાના લીધે આસપાસના રહીશો હેરાન થઈ રહ્યા છે. આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાના કારણે આસપાસના વિસ્તારમાં પીવાના પાણીની અછત સર્જાઈ રહી છે.

આ અંગે સ્થાનિક રામનરેશ કોરીએ કહ્યું હતું છે. છેલ્લા ૩ મહિનામાં બીજીવાર સર્વોદયનગર હાઉસિંગ બોર્ડ ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે.

દરવખતે 50 ફુટના અંતરે પાણીની લાઈનમાં લીકેજ થતું હોવાનુ જોવા મળે છે, ત્યારે રજૂઆતો બાદ જાગતુ મ્યુનિ તંત્ર માત્ર થીંગડા મારીને જ રવાના થઈ જાય છે. એટલે આ વખતે સર્વોદયનગર હાઉસિંગના બ્લોક નં.167 પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડી ગયું હતુ. જેનું સમારકામ કરાયુ ન હોવાના કારણે 20 દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

છતાં તેમ છતાં પાણીના લીકેજનુ સમારકામ કરવા સહિતની દિશામાં કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે સર્વોદયનગરના 4 બ્લોક સહિત આસપાસના વિસ્તારમાં અપુરતા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. એટલે નાગરિકોના હિતમાં મ્યુનિ દ્વારા તાકિદે સમસ્યાના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી