સરસપુરમાં રહેતા શૈલેષભાઈ પટણીની માતાનુ અવસાન થતા તેમના પિતાએ મધુબેન પટણી સાથે બીજા લગ્ન કર્યા છે. જો કે તેમની માતા સારી રીતે રાખતા નહોઈ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન શુક્રવારે શૈલેષભાઈ તેમની રીક્ષા લઈને હીરાવાડી ચાર રસ્તા પાસે ઉભા હતા. આ સમયે મધુબેન પટણી અને રાહુલ બાબુભાઈ પટણી તથા અજય બાબુભાઈ પટણી ત્યાં આવ્યા હતા અને અગાઉના ઝઘડાની અદાવત રાખી તેમની સાથે ઝઘડો કરીને મારમારી કરી હતી.
આ સમયે રાહુલે ચપ્પુ કાઢીને હુમલો કરતા શૈલેષભાઈને કમરના નીચે તથા ડાબા પગના થાપાના ભાગે ઈજા થઈ હતી. આ સમયે અજયે લાકડીથી રીક્ષામાં તોડફોડ કરી હતી. બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ આવીને તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મધુબેન, અજય તથા રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે.