ઓઢવ જીઆઈડીસીમાં કામ કરતા એક યુવકનુ કરંટ લાગવાથી મોત નિપજયુ હતુ. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મુળ રાજસ્થાનનો ગૌરીશંકર લક્ષ્મણભાઈ મીણા (ઉ.33) ઓઢવ માતૃછાયા સ્કૂલ પાસે રબારી વસાહતમાં રહેતા અને ઓઢવ જીઆઈડીસીમાં પરીખ એન્ટરપ્રાઈઝ પ્રાં. લિ.માં ચીલિંગ પ્લાન્ટમાં નોકરી કરે છે. બન્યુ એવુ કે ગત રવિવારે સવારના સાત વાગે ગૌરીશંકર ચીલિંગ પ્લાન્ટમાં નહાવા માટે ગયા હતા. આ દરમિયાન વીજ કરંટ લાગતા તેમનુ સ્થળ પર જ મોત નિપજયુ હતુ. આ અંગે જાણ થતા ઓઢવ પોલીસ દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.