વટવા જીઆઈડીસી વિસ્તારમાં પકોડી આપવાનો ઈન્કાર કરતા એક યુવકને પેટમાં છરી મારી ગંભીર ઈજા પહોચાડી હતી. જશોદાનગરમાં રહેતો અવધેશ જોગેન્દ્રસિંહ પાલ વટવા જીઆઈડીસી વિસ્તારમાં પકોડીની લારી ધરાવીને પરિવારનુ ગુજરાન ચલાવે છે.
ગત તા 31 જુલાઈએ રાતના 1 વાગે લારી બંધ કરીને ત્રિકમપુરા પાસે પહોંચ્યો ત્યારે જયેશ ઉર્ફે લાલા મારવાડી (રહે મુન્શીપુરા જશોદાનગર) ત્યાં આવ્યો હતો એ પકોડી માંગી હતી.
આથી અવધેશે લારી બંધ થઈ ગઈ હોઈ પકોડી નહોવાનું કહેતા જયેશે ઉશ્કેરાઈ ઝઘડો કરીને અવધેશને પેટના ભાગે છરી હુલાવી દીધી હતી. આ વાતની જાણ થતા તેના મોટાભાઈ આશિષે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જયેશ મારવાડી સામે ફરિયાદ નોધાવી છે.







