લોકરમાંથી રોકડા રૂ. 9.30 લાખ પણ ચોરી ગયા
નવા નરોડામાં રાધે ટેનામેન્ટમાં રહેતા નરેન્દ્રકુમાર શર્મા કરિયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત તા 5 ફેબ્રુઆરીએ તેમના ભત્રીજાના જયપુરમાં લગ્ન હોઈ તેઓ રાતના 10 વાગે પોતાની કાર લઈ જયપુર ગયા હતા. ગત તા 10 મીના રોજ રાતના તેમના ભત્રીજા ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારીને જયપુર આવવા નીકળ્યા હતા. ત્યારબાદ પરિવાર લગ્નમાં વ્યસ્ત હતો. દરમિયાન ગત તા 20 મીના રોજ તેમના પાડોશીએ તેમને – ફોન કરીને જાણ કરી હતી તે તમારા ઘરના દરવાજાનુ તાળુ તુટેલુ છે.
આથી તેમણે પોતાના સબંધીને ઘરે તપાસ કરવા માટે મોકલ્યા હતા. જેમણે ઘરમાં જોયુ તો ચોરી થયાની જાણ થઈ હતી જેથી તાત્કાલિક તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા તિજોરીના લોકરમાં મુકેલા રોકડા રૂ.9.30 લાખ અને સોનાનાના દાગીના વગેરે મળીને કુલ રૂ. 10.60 લાખની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી.