ગલ્લામાંથી વકરાના રૂપિયા ઝૂંટવી લઈ લારી ઊંધી કરી દીધી
અમરાઈવાડીમાં નાસ્તાની લારી ધરાવતા દંપતી પાસે મફતમાં નાસ્તો માંગીને ચાર શખ્સોએ મારામારી કરીને ગલ્લામાંથી રૂ. 2500 જેટલો વકરો લઈ લીધો હતો. તદઉપરાંત લારી ઊંધી કરીને તોડફોડ મચાવી પોલીસ ફરિયાદ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
અમરાઈવાડીમાં મહાવીર તગરમાં રહેતા અનિતાબેન રાઠોડે અને તેમના પતિ દીપકભાઈ ઘર પાસેદ ફ્રેન્ચ ફ્રાઈઝ અને મોમોસ સેન્ટર નામથી નાસ્તાની લારી ધરાવી ગુજરાન ચલાવે છે. બુધવારે રાતના પોણા દસ વાગે દંપતી – લારી પર હાજર હતા. આ સમયે 1 મહાવીરનગરની બાજુમાં રહેતા – સચિન રામવિલાસ રાઠોડ, બિટ્ટ રામચંદ્ર ગુપ્તા, સૂરજ રાજપતિ પટેલ અને છોટુ રામઅવતાર લારી પર આવ્યા હતા. આ લોકોએ મફતમાં નાસ્તો માંગતા દીપકભાઈએ મફતમાં નાસ્તો નહી મળે તેમ કહેતા સચિન અને તેના મિત્રોએ ગાળાગાળી કરીને ઝઘડો કર્યો હતો અને મફતમાં નાસ્તો કેમ નથી આપતો અમે જોઈએ છીએ કહીને સચિને લારીના ગલ્લામાંથી પૈસા કાઢ્યા હતા. આ સમયે દિપકભાઈએ રોકતા તેમને ધક્કો મારીને વકરાના લગભગ રૂ. 2500 જેટલી રકમ ઝુંટવી લીધી હતી. ત્યારબાદ દીપકભાઈને ગડદાપાટુનો માર મારવાનુ શરૂ કર્યુ હતુ. આ સમયે પતિને બચાવવા માટે અનિતાબેન વચ્ચે પડતા છોટુ અને સૂરજે તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં તેમનો બ્લાઉઝ ફાટી ગયો હતો અને ગળામાં પહેરેલું મંગળસૂત્ર કિમંત રૂ. 41 હજારનુ પડી ગયું હતુ.
આ સમયે બૂમાબૂમ કરતા અનિતાબેનના જેઠ સંતોષભાઈ અને જેઠાણી તેમજ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમયે સચિન અને તેના મિત્રોએ ભેગા મળીને નાસ્તાની લારી ઊંધી કરી દેતા રોડ પર કડાઈમાં પડેલુ તેલ અને નાસ્તો ઢોળાઈ ગયો હતો. આ સમયે જતા જતા આ લોકોએ ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરશો તો તમારા ટાંટિયા તોડી નાખીશુ અને જાનથી મારી નાખીશું. આ અંગે અનિતાબેને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં સચિન રાઠોડ, બિટ્ટુ ગુપ્તા,સૂરજ પટેલ અને છોટુ રામઅવતાર સામે ફરિયાદ નોંધવી છે.