મૂળ ઉત્તરપ્રદેશના શિવસિંહ ઠાકુર(ઉ.27) નિકોલમાં સંજય રતનસિંહ રાજપૂતના પરિવાર સાથે રહે છે અને કડીયાકામ કરે છે. ગત શનિવારે રાતે તે વિરાટનગરમાં સંજય રતનસિંહ સાથે બેઠો હતો. ત્યારે સંજયનો ભાઈ પ્રવિણસિંહ ત્યાં આવ્યો હતો અને તુ કેમ મારી ભાભી સાથે રહે છે તેમ કહીને બોલાચાલી કરી હતી. દરમિયાન ઉશ્કેરાઈને પ્રવિણસિંહે શિવસિંહ ઉપર છરીથી હુમલો કરીને તેને પેટના ભાગે મારતા ઈજા થઈ હતી. આ મામલે પ્રવિણસિંહ સામે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો પોલ નમી પડ્યો, જવાબદાર સામે કાર્યવાહી થશે?
શહેરના ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્લનો પોલ રીતસર નમી પડ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધમધમતા નેશનલ હાઈવે નં.8 પર જો સિગ્નલ પોલ ટ્રાફિકજામ દરમિયાન પડી ગયો તો…