અંગત અદાવતમાં ફરી ઝઘડો થયો હતો
અમરાઈવાડીમા રહેતા જીતેન્દુકમાર નિશાંતના બે મિત્ર અરૂણ ચૌહાણ અને હરીશ સિંધવને વટવામાં ચાર માળીયામાં રહેતા ચંદન રાજુભાઈ પટેલ અને મહેન્દ્ર રાજુભાઈ પટેલ સાથે કોઈ છોકરી બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ત્રણેય મિત્રો હાટકેશ્વરપાસે ચાપીવા ઉભા રહ્યા હતા. તે સમયે વટવામાં ચંદન અને મહેન્દ્રે હાટકેશ્વર આવ્યા હતા. અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરીથી ઝઘડો કરીને અરૂણ અને હરીશને માર મારવા લાગ્યા હતા.
આ સમયે જીતેન્દ્ર વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. આટલુંજ નહિ મહેન્દ્રએ તેની પાસે રહેલું ચાકુ કાઢીને અરૂણને મારવા જતા તે ખસી જતા જીતેન્દ્રને પેટમાં ઘા વાગતા તે લોહિલુહાણ થઈ ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા બંને શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.આ અંગે જીતેન્દ્રે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.