શહેરના. ગીતામંદિર રોડ પર દેવડીવાલા બિલ્ડિંગમાં ગીતામંદિર વણકર સમાજ દ્વારા રાશનકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતામંદિર મજુરગાવ .બહેરામપુરા,દાણીલીમડા અને આજુબાજુ વિસ્તારના ૨૫૦ થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત 400 જેટલા લોકો કેમ્પની મુલાકાતે આવ્યા હતા.
જો કે સરકાર દ્વારા રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક નહીં તો સસ્તા અનાજ મેળવવામાં નાગરિકોને હેરાન થવાનો વારો આવશે. આ નવા નિયમનો ટુંક ટૂંક સમયમાં જ અમલ થવાનો છે .ત્યારે ઈકેવાયસી કરાવવા માટે લોકો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીના ધરમધક્કા ખાઈ રહ્યા છે. તેવા સમયે ઈકેવાયસી માટેનો કેમ્પ નાગરિકો માટે ઉપયોગી રહ્યો હતો.