પાઈપ અને કુહાડીથી હુમલો કરતા બંને પક્ષના બે લોકોને ઈજા
મેઘાણીનગરમાં જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડીને ઘોંઘાટ કરતા લોકોને ઠપકો આપતા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક વ્યકિતને કુહાડીથી અને એકને પાઈપથી ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ મેઘાણીનગર પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.
મેઘાણીનગરમાં અમરાજી નગરમાં રહેતા નરેશસિંગ મુજબ ગત પહેલી મે ના રોજ રાતના સમયે તેમના પાડોશી રામઅવતારસિંહ અને તેમના ભાણીયા તુફાન અને કરણ તેમના ઘરની પાસે રોડ પર ફટાકડા ફોડીને જન્મદિવસ ઉજવતા હોઈ અવાજ થતો હતો. આ અંગે તેમણે ફટાકડા ફોડવાની ના પાડતા આ ત્રણેએ તેમને અમે ફટાકડા ફોડીશુ તારાથી થાય તે કરી લે કહીને મારમારી કરી હતી. આ સમયે રામઅવતારસિંહે ઘરેથી કુહાડી લાવીને મારતા તેમને માથામાં ઈજા થઈ હતી. જયારે સામાપક્ષે રામઅવતારસિંહ તોમરે ફરિયાદ નોંધાવી છે કે તેમનો જન્મદિવસ હોઈ ભાણીયા સાથે મળીને ફટાકડા ફોડતા હતા.
આ સમયે નરેશસિગ ભદોરીયાએ આવીને આ તમારા બાપનો રોડ છે અહી ફટાકડા કેમ ફોડો છો તેમ કહીને મારમારી કરી હતી. ત્યારબાદ નરેશસિંહે ઘરેથી લોખંડની પાઈપ લાવી મારવા જતા મે ડાબો હાથ આડો કરતા પંજાના