મ્યુનિ. સ્કૂલ, આંગણવાડીમાં આવતાં મધ્યાહન ભોજનના 52 નમૂના લેવાયાં
આઈઆઈએમ રોડ પર શિવાલિક પ્લાઝામાં આવેલા સબ વે રેસ્ટોરાંના રસોડામાંથી જીવિત અને મૃત હાલતમાં વંદા મળી આવતા એકમને સીલ કરાયું છે. જ્યારે સોલા રોડ પરની ન્યૂ પટેલ ડેરીના મેંગો મિલ્ક શેકમાંથી ગરોળી નીકળવાની ફરિયાદ બાદ તપાસ કરાતા એકમમાં ગંદકી જોવા મળી હતી, જેથી તેને પણ સીલ કરાયું છે.
આ સિવાય પાલડીના ઉડીપી કાફેમાંથી લીધેલા પાઇનેપલ જ્યૂસ અને મોટેરા સ્ટેડિયમ રોડ પરના ડીમાર્ટમાંથી લીધેલા નોન ડેરી ટોફુ સોયામૃતના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે.
મ્યુનિ.ના ફૂડ વિભાગે અઠવાડિયામાં કુલ 76 શંકાસ્પદ નમૂના લીધા હતા, જેમાં મીઠાઈ, ઘી, ખાદ્યતેલના 5. આઇસ્ક્રીમ -કુલ્ફીના 3, નમકીન અને બેસનના 3. મસાલાના 2 તેમ જ અન્યના 11 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગના ડો. ભાવિન જોશીએ જણાવ્યું કે, મ્યુનિ. સ્કૂલો અને આંગણવાડીઓમાં આવતા મધ્યાહન ભોજનના 52 નમૂના લેવામાં આવ્યા છે.