દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે દબાણ હટાવાની કામગીરી કરાઈ હતી. જેમાં લાંભા વોર્ડમાં નારોલ વિસ્તારમાં મોતીપુરા-રોડ વણઝારી તલાવડી પાસે 1291 ચો.ફુટ ક્ષેત્રફળમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી પાડયું હતું.
જ્યારે હાઈકોર્ટમાં થયેલા પીટીશન મુજબ,દક્ષિણ ઝોનમાં આવેલા જુદા જુદા રોડ અને બીઆરટીએસ રૂટ ઉપર નડતરરૂપ 3 કાચા શેડ, 8 લારી, 62 નંગ પરચુરણ માલસામાન,લૂઝ દબાણો ગોડાઉનમાં જમા લીધા હતા. રોડ-પર થયેલા દબાણો દૂર થતા રોડ ખુલ્લા થયા હતા. ઉપરાંત દબાણ અને ખોટી રીતે પાર્ક થયેલા 10 વાહનોને લોક માર્યા હતા.