
શહેરના નારોલના કોઝી હોટલ ચાર રસ્તાથી નારોલ ગામ તરફ જવાનો રસ્તો બનાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેના લીધે છેલ્લા બે દિવસથી રસ્તો બંધ કરી દેતા નારોલ ગામ, શાહવાડી, લાંભા તરફ જવા માટે વાહનચાલકોને ફરી ફરી જવાનો વારો આવ્યો છે. આ રોડની કામગીરીના લીધે ચાર રસ્તા પર પીકઅવર્સમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે વહેલી તકે આ રસ્તાની કામગીરી પૂર્ણ કરીને રસ્તો શરૂ કરવામાં આવે તેવી નાગરિકોની માગ ઊઠી છે.