મ્યુનિ.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઉત્તર ઝોનના નરોડા સૈજપુર, મેમ્કો સહિતના વિવિધ વિસ્તારોમાં ગુરુવારે જાહેરમાં ગંદકી કરતા એકમો મામલે સધન તપાસ હાથધરાઈ હતી. ઉપરાંત પાનના ગલ્લા અને ચાની કિટલી સહિતના ધંધાકિય એકમોમાં પ્રતિબંધિત પેપર કપ અને પ્લાસ્ટિકનો ઉપયોગ મામલે પણ ચેકીંગ કરાયું હતું. જેમાં ધંધાકિય એકમો દ્વારા ડસ્ટબીન નહીં રાખીને જાહેરમાં ગંદકી કરવા બદલ 4 એકમને સીલ કરાયા હતા.
જ્યારે 286 એકમને નોટીસ ફટકારીને 92,100 દંડની વસૂલાત કરાઈ હતી. જો કે ચેકીંગ દરમિયાન 2.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા જપ્ત કરી લીધો હતો.