પોલીસથી બચવા ત્રણ માણસો વોચમાં હતા
રતનપુર ગામમાં રામદેવપીર મંદિર પાછળ ડેકોરેશનના ગોડાઉનના ઉપરના માળે ઓફિસ ધરાવતો સૌરભ અમૃતભાઈ દેસાઈ બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડે છે.
બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર બી.પી. સાવલિયાએ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગોડાઉનની અંદર પ્રવેશી ગયા હતા. પોલીસને જોતા જ ત્રણ શખ્સો નાસી છૂટયા હતા. જયારે પોલીસે ડેકોરેશનના ગોડાઉનમાં બીજા માળે ચાલી રહેલા જુગાર ધામમાં પહોંચીને જુગાર રમી રહેલા ગૌરવ ચૌહાણ, હિતેશ રબારી, આતિષ દેસાઈ, સહીત કિશોરની ધરપકડ કરી છે.
રામોલ પોલીસે દરોડા પાડીને ફોરચ્યુનર કાર, ઈનોવા કાર આઈફોન વગેરે કબજે કરીને કુલ રૂ. 50.12 લાખનો મુદામાલ કબજે કરીને જુગારધામ ચલાવનારા ફરાર સૌરવ દેસાઈ, વિશાલ ભરવાડ અને અંકુર દેસાઈ તથા વિપુલ દેસાઈની શોધખોળ શરુ કરી છે. અત્રે નોંધનીય છે કે ગોડાઉન માલિકે પોલીસ દરોડા પાડે નહી તેના માટે વોચ કરવા માટે વિશાલ ભરવાડ, અંકુર દેસાઈ અને વિપુલ દેસાઈને રાખ્યા હતા જેઓ પોલીસે જોતા જ નાસી છૂટયા હતા.