ઘોડાસરના વેપારીએ મકાન ખરીદ કર્યુ હોઈ બિલ્ડરને રૂપિયા ચુકવવા માટે ફાયનાન્સની ઓફિસેથી રોકડા રૂ.15.96 લાખ લઈને આપવા માટે કાર લઈ જતા હતા. અજાણ્યા યુવકે તેમને રોકી એક્સિડન્ટ કર્યો હોવાનુ કહીને તકરાર કરી હતી. બે અજાણ્યા શખ્સો કારમાંથી રોકડ રૂપિયા ભરેલો થેલો લઈને બાઈક પર નાસી છુટયા હતા.
ઘોડાસરમાં રહેતા નિખિલભાઈ કેશરી મેટલનો વ્યવસાય કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમણે વસ્ત્રાલમાં નવુ મકાન ખરીદ કર્યુ હોઈ બિલ્ડરને રૂપિયા આપવાના હોઈ ગત તા 20મીએ બપોરના 2 વાગે ઘરેથી કાર લઈને નીકળ્યા હતા. વટવામાં આવેલી માધવ એન્ટરપ્રાઈઝ ફાઈનાન્સની ઓફિસે જઈને તેમણે રૂ. 15.96 લાખ લઈને પ્લાસ્ટીકની બેગમાં મુકી નીકળ્યા હતા. દરમિયાન તેઓ
સીટીએમ પાસે પહોચ્યા ત્યારે એક હેલમેટધારી બાઈકચાલકે તેમને કાર રોકવાનો ઈશારો કરતા તેમણે કાર રોકી હતી. આ અજાણ્યા યુવકે તમે મારી સાથે અસ્માત કર્યો છે અને મને પગમાં વાગ્યુ છે તેમ કહીને બોલાચાલી કરી હતી. આ વખતે નિખિલભાઈએ તેના પગમાં જોતા તેને કોઈ ઈજા જણાઈ નહતી. ત્યારબાદ બાઈકચાલક નીકળી
ગયો હતો. આ દરમિયાન ડ્રાઈવરસીટની બાજુની સીટ પર તેમણેમુકેલો રૂપિયા ભરેલો થેલો ગુમ થયોહોવાનુ જણાયુ હતુ. આ સમયેતેમની પાછળ બાઈક લઈને ઉભેલાએક વ્યકિતએ નિખિલભાઈનેબૂમ પાડીને કહ્યું હતુ કે, તમારીગાડીમાંથી બેગ લઈને એક બાઈકપર બે માણસો ભાગી ગયા છે.
જેથી નિખિલભાઈએ બૂમાબૂમકરતા તેઓ નાસી છુટયા હતા.ત્યારબાદ પોલીસ કન્ટ્રોલરૂમમાંફોન કરી જાણ કરતા રામોલપોલીસની ટીમ આવી પહોચી હતી.
આ મામલે નિખિલભાઈએ ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી આરોપીઓનુ પગેરુ દબાવવા તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે આરોપીઓએ જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા નિખિલભાઈ ફાયનાન્સની ઓફિસે ગયા અને રોકડ ભરેલો થેલો કારમાં મૂકયો તે સમગ્ર બાબતની આરોપીઓ પૈકી કોઈ એકએ રેકી કરી હશે. ત્યારબાદ રસ્તામાં તેમને રોકીને અસ્માત કર્યો હોવાનુ કહીને રોકડ ભરેલા થેલાની ચોરી કરી હતી. અગાઉ આ જ પ્રકારની ઘટનામાં આરોપીઓ આંગડીયા પેઢી ફાયનાન્સની ઓફિસની આજુબાજુ નજર રાખી રૂપિયા લઈને નીકળતા લોકોને રસ્તામાં નિશાન બનાવતા હોવાની ઘટના પોલીસચોપડે નોંધાઈ ચુકી છે. આ ગુનામાં પણ આવુ જ કંઈક હોવાની આશંકા સેવાઈ રહી છે