રસ્તાનું સમારકામ કરવા મ્યુનિ. સમક્ષ સ્થાનિક રહીશોની માગણી
શહેરના હાટકેશ્વર બ્રિજ નજીકનો મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી રસ્તો બેસી ગયો છે. છતાં તેનું સમારકામ કરાતું ન હોવાથી વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર રસ્તાનું રીપેરીંગ કામ કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિક રામનરેશે જણાવ્યું હતું હતું કે, કે, હાટકેશ્વર બ્રિજ છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં હોવાથી બ્રિજની નીચેથી વાહનોની અવરજવર મોટી સંખ્યામાં થતી હોય છે. તેમાં પણ પીકઅવર્સમાં તો મોટી સંખ્યામાં
વાહનોની અવરજવરના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન વાહનોની અવરજવર વધી હોવાના લીધે હાટકેશ્વર બ્રિજની નજીકના મુખ્ય માર્ગ પર હાટકેશ્વર પોલીસ ચોકી આગળના માર્ગ પર રસ્તો બેસી ગયો છે.
આ બેસી ગયેલા રસ્તામાં નાના-મોટા દરેક વાહનો પછડાવા લાગ્યા છે. જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો તો બેલેન્સ ગૂમાવી દેતા પડી જવાના બનાવો બને છે. જેમાં નાની : મોટી ઈજા થવાની ઘટનાઓ પણ બની રહી છે. એટલે આ બેસી ગયેલા રોડના લીધે મોટો અકસ્માત થવાની સંભાવના હોઈ તાકીદે રિપેરિંગની માગ ઉઠી છે.