ઓઢવ પોલીસે રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ ડીલીવરી કરવા આવેલા બે શખ્સોને ઝડપી લઈ કારમાં બનાવાયેલા ચોરખાનામાંથી દારૂની 132 બોટલો કબજે કરી હતી.
બાતમીના આધારે પોલીસે રીંગરોડ પર જાનવી આર્કેડના બેઝમેન્ટમાં કારમાં બેઠેલા લખપતસિંહ ચૌધરી અને ઈશરારામ જાટ (બંને રહે રાજસ્થાન)ને પકડીને પુછપરછ કરતા તેમણે કારની ડેકી અને બોનેટમાં બનાવેલા છુપા ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ચોરખાનામાંથી દારૂની 132 બોટલો કબજે કરી હતી. આરોપીઓ રાજસ્થાનથી દારૂ લઈન આવ્યા હતા અને ડીલીવરી કરવા માટે રાહ જોતા હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.