દારૂ કુબેરનગરના બુટલેગરને આપવાનો હતો
નરોડા પોલીસે રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને કુબેરનગરમાં ડીલીવરી કરવા માટે આવેલા બે શખ્સોની દારૂની 840 બોટલો સાથે ધરપકડ કરી હતી.
નરોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નાના ચિલોડા ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે એક કાળા કલરની કાર વિદેશી દારૂનો જથ્થો લઈને મોટા ચિલોડાથી નરોડા તરફ આવી રહી છે.
બાતમીના પગલે પોલીસટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને રોકતા તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી બનાવટની દારૂની 840 બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે કારમાં આવેલા બે શખ્સો કનીષ વીરજી પટેલ(ઉ.21 રહે. ગામ દેવલખાસ જિ ડુંગરપુર રાજસ્થાન) અને પ્રકાશ નારણ મીણા (ઉ.34 રહે. ગામ સામલાફલા જિ ઉદેપુર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. આરોપીઓની પુછપરછમાં તેઓ આ દારૂનો જથ્થો બંટી નામના શખ્સે ભરીને મોકલ્યા હતા જે કુબેરનગરમાં એક માણસ ગાડી લેવા આવે તેને આપવાનુ કહ્યું હતુ.