શહેરના પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ અને ગોમતીપુર વોર્ડમાં મળીને બે ગેરકાયદે કોમર્શયિલ પ્રકારના બાંધકામ તોડી પાડીને કુલ 3070 ચો.ફુટની જગ્યા ખુલ્લી કરાઈ હતી. જ્યારે ઝોનમાં વિવિધ સ્થળોએ ગેરકાયદે 6 નંગ શેડ દૂર કરાયા હતા.
મ્યુનિ.ના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે રામોલ-હાથીજણ વોર્ડમાં મુક્તાનંદ પાર્ક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં કોમર્શિયલ પ્રકારનું 2500 ચો.ફુટનું બાંધકામ તોડી પાડયું હતું. જ્યારે ગોમતીપુર વોર્ડમાં લાલભાઈ ફકીરની ચાલીના મકાનમાં કોમર્શિયલ 570 ચો.ફુટનું બાંધકામ તોડી પાડયું હતું. તેમજ વહીવટી ચાર્જ પેટે રૂ.5 હજાર વસૂલ કરાયા હતા. જ્યારે પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી 3 નંગ શેડ અને બીઆરટીએસ કોરીડોરના રૂટ પરથી 3 નંગશેડ દૂર કરાયા હતા.