નિકોલમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ મામલે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
નિકોલમાં આંગન એવન્યુમાં રહેતા મીનાબેન ફતેહસિંહ રાઠોડ(ઉ.39)એ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મીનાબેનનુ મોત નિપજયુ હતુ. આ મામલે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.