વારંવાર રજૂઆત કરવા છતાં મ્યુનિ તંત્ર નિસતા દાખવે છે
શહેરના ખોખરા વોર્ડમાં કેવી નાગર સ્કૂલથી 132 ફુટ રિંગરોડમાં એક માસથી ખોદેલા ખાડા પુરવાનુ કામ મ્યુનિ દ્વારા કરાતુ નથી. એટલે શાળાના ગેટ પાસે જ ગટર લાઈનમાં વારંવાર ખોદકામ કરાતુ હોવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. જો કે વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિ દ્વારા ખોડાનું સમારકામ કરવામાં કોઈ કામગીરી કરાતી જ નથીય. એટલે સ્થાનિકો દ્વારા તંત્રમાં રજૂઆત કરાઈ છે કે, તાકિદે સમસ્યાના નિકાલ માટે મ્યુનિ દ્વારા તાબડતોબ કામગીરી કરવામાં આવે.
આ અંગે સ્થાનિક હર્ષદભાઈએ કહ્યું હતું કે, ખોખરા વોર્ડમાં કે વીનાગર સ્કુલ થી ૧૩૨ ફુટ રિંગરોડમાં હાટકેશ્રવર મોડેલ રોડના શીતળા માતાના મંદિર સુધીના માર્ગ ૫૨ એક માસથી ખોદેલા ખાડા પુરાતા જ નથી. ઉપરાંત શાળાના ગેટ પાસે જ ગટર લાઈન માટે તંત્ર દ્વારા થતા ખોદકામનો કોઈ અંત જ આવતો નથી. આ રોડને આઈકોનિક તેમજ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાની મ્યુનિની જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું છે.
જોકે આ રોડ પર ગત ચોમાસામાં પણ એક સાથે પાંચ જગ્યાએ ભૂવા પડ્યા હતા. ચાલુ વર્ષે પણ ચોમાસુ શરૂ થયા બાદ પખવાડિયામાં પડેલા ત્રણ ભૂવાનું સમારકામ જેમ તેમ કરીને પુરુ કરાયું હતું. ત્યાં ફરીથી સામાન્ય વરસાદમાં રોડ પર ગાબડાં પડી ગયા છે. આમ તંત્રની બેદરકારીના લીધે કામગીરી પૂર્ણ કરાતી નથી.