ક્રિપ્ટો કંપનીમાં પાર્ટટાઈમ નોકરીની જરૂર છે કહીને વિશ્વાસ કેળવ્યો
ટાસ્કની રકમ બેંકખાતામાંથી ઉપાડવા સાત વખત રૂપિયા ભરાવ્યા
મેઘાણીનગરમાં રહેતા યુવકે ક્રિપ્ટો કરન્સી કંપનીમાં પાર્ટટાઈમ જોબની ઓફર કરીને હોટલના રેટીંગનો ટાસ્ક આપી શરૂઆતમાં નફો આપ્યા બાદ અલગ અલગ બહાના હેઠળ સાત વખત કુલ રૂપિયા 3.29 લાખ ભરાવીને રૂપિયા કે નફો પરત નહી આપીને છેતરપીંડી કરવામાં આવી હતી આ અંગે યુવકે ટેલીગ્રામના બે અજાણ્યા યુઝર નંબરધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મેઘાણીનગરમાં રહેતો નયન વાઘેલા એક ખાનગી કંપનીમાં સેલ્સ એકઝીકયુટીવ તરીકે નોકરી કરે છેચ. ગત ત્રીજી મે ના રોજ તેના ફોન પર અજાણ્યા નંબરથી હાય નો મેસેજ આવ્યો હતો જેને રીપ્લાય કરતા સામેથી એક ફોન આવ્યો હતો જેમાં બોલતા વ્યકિતએ તેઓ વીકસ્ કોઈન નામની ક્રિપ્ટો કરન્સીની કંપની માટે પાર્ટટાઈમ જોબ માટે એપ્લોઈની શોધમાં હોવાનુ કહીને વિશ્વાસ કેળવ્યો હતો.
આ અંગે નયને સંમતિ દર્શાવતા તેને શરૂઆતમાં પાંચ હોટલને રેટીંગ આપવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. જે ટાસ્ક પુરો કરતા તેના બેંક ખાતામાં રૂ. 260 જમા થયા હતા. ત્યારબાદ વધુ ટાસ્ક કરવાનુ કહેતા પહેલા ટાસ્ક માટે રૂ. 1010 ભરાવ્યા હતા અને ત્યારબાદ હોટલનુ રેટીંગકરવાનુ કહેતા બીજા રૂ. 1513 જમા કર્યાહતા.આમ વિશ્વાસમાં લીધા બાદ નયનને ખાતામાં જમા કરાવેલી રકમ વિડ્રો કરવા માટે રૂ. 9611 ભરાવ્યા હતા. જે ભર્યા બાદ ભૂલથી તમારી રકમ બ્લોક થઈ ગઈ છે હવે તે લેવા માટે રૂ. 29630 ભરવાથી તમામ રકમ પાછી આવી જશે તેમ કહીને એક પછી એક એમ કુલ સાત વખત અલગ અલગ રકમ ભરાવીને કુલ રૂ. 3,29072 ભરાવીને પરત નહી આપીને છેતરપીંડી આચરી હતી.